તમારા બાળક માટે રમત-આધારિત એક્ટિવિટી બોક્સ

સ્માર્ટોકિડ્સ એ 2-6 વર્ષની વયના બાળકો માટે એક એવોર્ડ વિજેતા સબ્સ્ક્રિપ્શન (લવાજમ) યોજના છે જે દર મહિને તમારા ઘરે તેમજ ઇમેઇલ-ઇનબોક્સમાં વિવિધ સ્વરુપમાં પહોંચાડવામાં આવે છે.
દર મહિને આ યોજનામાં જોડાએલા માતાપિતાઓ રમત-આધારિત ક્રિયાકલાપોથી ભરેલા અક્ટિવિટી બોક્સ, આકર્ષક વાર્તાઓ, વિશિષ્ટ વર્કશીટ્સ, અને બાળકનાં ઉત્કૃષ્ટ વિકાસ માટે નિષ્ણાતોનાં સલાહ-સુચન ઘરે બેઠા મેળવે છે. નાનપણથી જ બાળકનાં સાંસ્કૃતિક પાયાને ધ્યાનમાં રાખી તેના પ્રારંભિક બાળવિકાસને (early child development) યોગ્ય વળાંક મળે છે.
ચાઈલ્ડ ડેવલપમેન્ટ પરનાં સંશોધનોને આધારે તૈયાર થયેલા આ બોક્સ તેમજ તેની અંદર આવતી વસ્તુઓ બાળ-નિષ્ણાતો, વૈજ્ઞાનિકો, માનસશાસ્ત્રીઓ તેમજ સાંસ્કૃતિક સંશોધકોની મદદ લઈને તૈયાર કરવામાં આવ્યા છે. 18 પ્રકારનાં વિવિધ ક્ષેત્રોમાં બાળકનો યોગ્ય વિકાસ થાય એવી રીતે આ બોક્સ બનાવવામાં આવ્યા છે. બાળકનો સર્વાંગી વિકાસ (All-round Development) થાય અને એક વિધાયક છતા સંઘટિત વ્યક્તિત્વનું (Integrated Personality) નિર્માણ થાય એ અમારું અંતિમ લક્ષ્ય છે, જેનાથી બાળક તેના જીવનમાં આવનારી બધી જ પ્રકારની પરિસ્થિતિમાં વિજયી થવા સક્ષમ બને.
2-3 વર્ષના બાળકોને કેવી રીતે લાભ થશે ?
તમારા બાળકને રમત-આધારિત એક્ટિવિટીઝ મળશે જે તેને દિવસો સુધી તેમા પરોવાયેલા રાખશે. આ મનોરંજક રમતો અને સર્જનાત્મક વાર્તાઓ મગજનાં પ્રારંભિક વિકાસને વેગ આપે છે, અને નાની ઉંમરે સારી ટેવો પાડવાની શરુઆત કરે છે. જીજ્ઞાસાવૃત્તિ ખીલવે તેવા કન્સેપટ્સ તમારા બાળકના મગજના સંપૂર્ણ વિકાસમાં મદદરુપ થાય છે. આ પ્લાનમાં આવતી એક્ટિવિટીઝ, વાર્તાઓ, વર્કશીટ્સ તેમજ નિષ્ણાતોનાં સલાહ-સુચન 1.5 થી 3.5 વર્ષનાં શિશુઓને અનુરુપ હોય છે


3-4 વર્ષના બાળકોને કેવી રીતે લાભ થશે ?
સ્માર્ટોકિડ્સ તમારા બાળકને રચનાત્મક રીતે મશગુલ રાખવા માટે બોક્સમાં વિશિષ્ટ રમતો તેમજ આકર્ષક પ્રવૃત્તિઓ મોકલાવે છે. સ્મર્ટોકિડ્સનાં એક્સપર્ટ સુઝાવો નાની ઉંમરે તમારા બાળકની એકાગ્રતા અને એટેન્શન સ્પાન (ધ્યાનની અવધિ) વધારવામાં મદદ કરે છે જે સરવાળે તેના કૌશલ્ય-વિકાસમાં (Skill Development) મહત્વનો ફાળો આપે છે. ભાંગફોડ કે તોફાન કરવામાં મચ્યા રહીને તકલીફો ઉભી કરવાને બદલે તમારું બાળક લાંબા કલાકો સુધી એક્ટિવિટીઝમાં સર્જનાત્મક રીતે પરોવાયેલું રહે છે. આ પ્લાનમાં આવતી એક્ટિવિટીઝ, વાર્તાઓ, વર્કશીટ્સ તેમજ નિષ્ણાતોનાં સલાહ-સુચન 2.5 થી 4.5 વર્ષનાં શિશુઓને અનુરુપ હોય છે
4-6 વર્ષના બાળકોને કેવી રીતે લાભ થશે ?
સ્માર્ટોકિડ્સ દ્વારા મોકલવામાં આવતા મનોરંજક શિક્ષણનાં નવા સાધનો તમારા બાળકમાં રચનાત્મક વિચારોનો પાયો નાખે છે. નવા સમય પ્રમાણેની નવી વાર્તાઓ અને વૈવિધ્યસભર વર્કશીટ્સ ટીવી/સ્માર્ટફોનનું વ્યસન ઘટાડવામાં ખુબજ મદદ કરે છે, અને બાળકને શોપિંગ-મોલ કે ગેમ-ઝોન કરતા ઘરે-બેઠા જ શિક્ષા-આધારિત મોજીલી પ્રવૃત્તિઓમાં પરોવાયેલા રાખે છે. તમારા બાળકના ભાવનાત્મક અને સાંસ્કૃતિક પાયાને પાક્કા બનાવી યોગ્ય ઉંમરે યોગ્ય નૈતિક મૂલ્યોની કેળવણી તરફ દોરી જાય છે. આ પ્લાનમાં આવતી એક્ટિવિટીઝ, વાર્તાઓ, વર્કશીટ્સ તેમજ નિષ્ણાતોનાં સલાહ-સુચન 3.5 થી 7 વર્ષનાં બાળકોને અનુરુપ હોય છે

માતા-પિતાઓનો અદભુત પ્રતિસાદ
સ્માર્ટોકિડ્ઝ ટીમનો ખૂબ ખૂબ આભાર, તમે મારી દિકરીમાં અદ્ભુત નવી Skills ઉભી કરવામાં ખુબ મદદ કરી છે. હવે તો તે દર મહિને નવી સ્માર્ટોકિડ્સ એક્ટિવિટીઝની રાહ જોતી રહે છે. Very Happy!!
આ મારા પુત્રનો પહેલું Activity Box છે. અમે તેને એક-એક કરીને એક્ટિવિટી સેટ્સ આપીએ છે. સાંજે સ્મર્ટોકિડ્ઝની એક્ટિવિટી કરવા મળશે એની આતુરતાથી રાહ જોવામાં આખો દિવસ પસાર થઈ જાય છે. ખરેખર, આ બોક્સ તો તેના માટે જાદુ જેવું કામ કરે છે. હું તો બધા પેરેન્ટ્સને આગ્રહપુર્વક સ્માર્ટોકિડ્ઝનું સબસ્કિપશન લેવાનું કહું છું. Highly Recommended!!
કેસરી, વીરા અને બધી વાર્તાઓ મારી પુત્રી અને તેના મિત્રો માટે ખૂબ જ મનોરંજક છે. સ્કુલથી પાછા ફરતી વખતે વાનમાં રોજ એક ને એક વાર્તા કરતા હોય છે અને તો પણ થાકતા નથી. અને હવે તો મારી દિકરી જાતે જ નવી નવી વાર્તાઓ બનાવવા માંડી છે, પણ દરેકમાં ખુખ્ય કેરેક્ટર્સ તો કેસરી અને વીરા જ હોય છે. એક સામાન્ય એક્ટિવિટી બોક્સથી આટલો બદલાવ આવશે એ તો ક્યારેય વિચાર્યુ ન હતું. આભાર.
“Let’s Be Healthy” એ મારા દિકરા માટેની શ્રેષ્ઠ પ્રવૃત્તિ સાબિત થઈ છે. જમવા માટેનાં એના નખરા કાયમ માટે ભુલી ગયો છે, અને ન ગમતી આઈટમો પણ હોંશે-હોંશે ખાઈ લે છે. ખરેખર, નવી સારી આદતો પાડવા માટેનો આ પ્રયોગ જોરદાર રહ્યો છે. એક જ બોક્સમાં મારા માટે તો આખા વર્ષનાં પૈસા વસુલ. મારું તો પાક્કુ થઈ ગયું કે જ્યાં સુધી મારો બાબો મોટો થાય ત્યાં સુધી સ્માર્ટોકિડ્ઝ તો લેવાનું જ છે. સ્માર્ટોકિડ્સ ટીમનું કામ ખરેખર જોરદાર છે.
આ બોક્સ અમારા ઘરે તો એકદમ હિટ રહ્યું. ખાલી મારી 4 વર્ષની દિકરી માટે જ નહીં પણ આખા કુટુંબ માટે. સ્માર્ટોકિડ્ઝની એક્ટિવિટીઓ કરતા કરતા અમને પણ એકબીજા જોડે ખાસ્સો ક્વોલિટિ ટાઇમ માણવા મળ્યો. Thank You!!
મારા દિકરાને મેજીકલ પેનની એક્ટિવિટી ખુબ જ ગમી. એ તો આવતાવેંત જ હિટ બની ગઈ. હવે તો કાયમ પોતાના મિત્રો પાસે શેખી મારતો હોય છે, અને જે કોઈપણ મહેમાન ઘરે આવે એ બધાને મેજીકલ પેનનો જાદુ બતાવે છે. આવી નવી જ પ્રકારની અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ લાવવા બદલ સ્માર્ટોકિડ્ઝને સલામ કરું છું. હૃદયથી આભાર