તમારા બાળકને ટીવી / સ્માર્ટફોનથી દૂર રાખવા માટે મનોરંજક રમતો

શું સ્માર્ટોકિડ્સ સબ્સ્ક્રિપ્શન પ્લાન તમારા બાળક માટે જરૂરી છે?

 • હા, જો તમે તમારા બાળકની ટીવી / સ્માર્ટફોનની આદત ઘટાડવા માંગતા હોવ તો

 • હા, જો તમે તમારા બાળકને ઘરમાં મનોરંજક રમતોમાં મગ્ન રાખવા માંગતા હોવ તો

 • હા, જો તમે તમારા બાળકના મગજના સર્વાંગી વિકાસ માટે નિષ્ણાતની સલાહ ઇચ્છતા હોવ તો

 • હા, જો તમે તમારા બાળકની એકાગ્રતા અને તલ્લીનતા વધારવા માંગતા હોવ તો

 • હા, જો તમે તમારા ઘરમાં પડ્યા રહેલા ન વપરાતા રમકડાં ઘટાડવા માંગતા હોવ તો

સ્માર્ટોકિડ્સ સબ્સ્ક્રિપ્શન પ્લાન શું છે? તે  કેવી રીતે કાર્ય કરે છે?

 • બાળકની ઉંમર અને મુદ્દ્ત પ્રમાણે કોઈપણ એક પ્લાન માટે સાઈન-અપ કરો

 • દર મહિને તમારા ઘરે એક બોક્સ આવશે જેમાં 5 થી 9 એક્ટિવિટીઝ, 2 થી 5 નવી વાર્તાઓ, 20 થી 30 વર્કશીટ્સ, એન્ગેજમેન્ટ ટ્રેકર (વાલી માટે) અને સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેકર (વાલી માટે) હશે. આ બધી વસ્તુઓનાં માધ્યમથી બાળક આખા મહિના દરમ્યાન તોફાન, ભાંગફોડ અને તકલીફાદાયક બાબતોમાં ઓછું અને સકારાત્મક બાબતોમાં વધુ પ્રવૃત રહેશે. ઘણી એક્ટિવિટીઝ લાંબા સમય સુધી વારંવાર રમી શકાય એવી હશે જેથી બાળકને અલગથી રમકડાં કે રમતો લઈ દેવાની પણ જરૂર ઓછી રહેશે.

 • દરેક બોક્સમાં બાળકની ઉંમરના આધારે બાળવિકાસના વિવિધ ક્ષેત્રોને સ્પર્શતી આકર્ષક પ્રવૃત્તિઓ હશે. પ્રકૃતિ, પ્રાણીઓ, પક્ષીઓ, છોડ, નૈતિક મૂલ્યો, માનવ સંબંધો, ઉત્સવો, રાષ્ટ્રીય તહેવારો, ઐતિહાસિક ચરિત્રો, વગેરેને લગતી પ્રવૃત્તિઓ હશે.

 • મનોરંજન તેમજ રમત આધારિત મનોહર પ્રવૃત્તિઓ તમારા બાળકનાં જીવનમાંથી ટીવી / સ્માર્ટફોનની કુટેવને આપોઆપ ઓછી કરશે,  અને તમારા બાળકને લાંબા સમય સુધી હસતા-રમતા પ્રવૃત્ત રાખશે

 • થોડા થોડા દિવસનાં અંતરે તમને ડિજિટલ ફોર્મેટમાં રસપ્રદ એક્ટિવિટીઝ, વાર્તાઓ, વર્કશીટ્સ અને નિષ્ણાંતોના સલાહ-સુચનો તમારા WhatsApp અને ઇમેઇલ ઇનબોક્સ પર મોકલવામાં આવશે.

 • આ ઉપરાંત મહિનામાં એક વાર પહેલેથી નક્કી કરેલા સમય પર અમારા બાળ-વિકાસ નિષ્ણાતનો તમને ફોન આવશે જેમા તમને મુંઝવતા કોઈ પણ પ્રશ્નનો જવાબ મેળવશો અને તમારા બાળક સંદર્ભે જરૂરી સલાહ-સુચન પણ મળશે

 • સમય સમય પર, અમે તમારી પાસેથી ખૂબ જ ટૂંકી પ્રશ્નાવલિઓ દ્વારા મહત્વપૂર્ણ સુઝાવો એકત્રિત કરીએ છીએ, અને પછી તમને મોકલાતી દરેક પ્રવૃત્તિ / વાર્તા / વર્કશીટ / સુચનો તમારા બાળકનાં વિકાસ તેમજ જરૂરિયાતો અનુસાર કસ્ટમાઈઝ કરીને પીરસવામાં આવે છે. અમે ભારપૂર્વક માનીએ છીએ કે દરેક બાળક સ્પેશિયલ છે અને સ્માર્ટોકિડ્સમાં “ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા” ફિલસૂફી માટે કોઈ સ્થાન નથી. તમારા બાળકનાં વિકાસની ગતિ મુજબ તમને એક્ટિવિટીઝ મળતી રહે એવો અમારો સદાય પ્રયાસ રહેશે.

image-2

જાણો બીજા વાલીઓ સ્માર્ટોકિડ્ઝ વિશે શું કહે છે?

સ્માર્ટોકિડ્ઝ ટીમનો ખૂબ ખૂબ આભાર, તમે મારી દિકરીમાં અદ્ભુત નવી Skills ઉભી કરવામાં ખુબ મદદ કરી છે. હવે તો તે દર મહિને નવી સ્માર્ટોકિડ્સ એક્ટિવિટીઝની રાહ જોતી રહે છે. Very Happy!!

Reema Bhatt

આ મારા પુત્રનો પહેલું Activity Box છે. અમે તેને એક-એક કરીને એક્ટિવિટી સેટ્સ આપીએ છે. સાંજે સ્મર્ટોકિડ્ઝની એક્ટિવિટી કરવા મળશે એની આતુરતાથી રાહ જોવામાં આખો દિવસ પસાર થઈ જાય છે. ખરેખર, આ બોક્સ તો તેના માટે જાદુ જેવું કામ કરે છે. હું તો બધા પેરેન્ટ્સને આગ્રહપુર્વક સ્માર્ટોકિડ્ઝનું સબસ્કિપશન લેવાનું કહું છું. Highly Recommended!!

Nilesh Mehta

કેસરી, વીરા અને બધી વાર્તાઓ મારી પુત્રી અને તેના મિત્રો માટે ખૂબ જ મનોરંજક છે. સ્કુલથી પાછા ફરતી વખતે વાનમાં રોજ એક ને એક વાર્તા કરતા હોય છે અને તો પણ થાકતા નથી.  અને હવે તો મારી દિકરી જાતે જ નવી નવી વાર્તાઓ બનાવવા માંડી છે, પણ દરેકમાં ખુખ્ય કેરેક્ટર્સ તો કેસરી અને વીરા જ હોય છે. એક સામાન્ય એક્ટિવિટી બોક્સથી આટલો બદલાવ આવશે એ તો ક્યારેય વિચાર્યુ ન હતું. આભાર.

Dhruv Desai

Let Your Child Create, Explore, Play and Read with SmartoKids

Questions? Call us on +91 9925044550

Your Questions Answered (FAQ)

જેવો તમે ઓર્ડર કરશો કે તરત જ તમને એક ઇમેઇલ મળશે. તમે જે પ્રમાણેના સબ્સ્ક્રિપ્શનની પસંદગી કરી હશે તેના આધારે તમને દર મહિને એક બોક્સ મળશે. ઓર્ડર કર્યાનાં દસ વર્કિંગ દિવસોની અંદર તમને તમારું પ્રથમ બોક્ષ મળી જશે.

દરેક એક્ટિવિટી બોક્સમાં 7-11 રમત-આધારિત ક્રિયાકલાપો (એક્ટિવિટીઝ) હશે જેની સાથે તેને સમજવા માટે એક નાની નિર્દેશન પુસ્તિકા પણ આપવામાં આવી હશે. આ 7 થી 11 એક્ટિવિટીઝ ઉપરાંત બોક્સમાં 30 વર્કશીટ્સ, 1 સ્ટોરી બૂક, બહુવિધ વાર્તાઓ, પોતાના બાળકનો વિવિધ પ્રવૃત્તિ તરફના ઝુકાવનું આકલન કારવા માટે 1 “એંગેજમેન્ટ ટ્રેકર ફોર પેરેન્ટ્સ”, પોતાના બાળકના વિકાસલક્ષી સિમાચિહ્નોનો (Development Milestones) ટ્રેક રાખવા તેમજ તેનું આકલન કરવા માટે 1 સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેકર નો સમાવેશ થાય છે. દર મહિને તમારા બાળકને અલગ એક્ટિવિટી બોક્સ મળશે.

દરેક સ્માર્ટોકિડ્સ એક્ટિવિટી બોક્ષ એક સરળ રીતે સમજી શકાય તેવી નિર્દેશન પુસ્તિકા સાથે આવશે જે એક પ્રકારના યુઝર મેન્યુઅલ જેવી હશે. તમારા માટે બધી જ જરૂરી આઇટમ દરેક એક્ટિવિટી માટે તૈયાર કરવામાં આવેલા અલાયદા સેટમાં આપવામાં આવશે. તમને સલાહ આપવામાં આવે છે કે જ્યારે તમારા ઘરે આ એક્ટિવિટી બોક્ષ આવે ત્યારે તમારે તમારા બાળકને એક પછી એક એક્ટિવિટીઝ કરવા માટે આપવી. જો તમે એક સમયે જ તમારા બાળકને બધી જ એક્ટિવિટીઝ સાથે રમવા દેશો તો બની શકે કે તેનો રસ ઓછો થઈ જાય અને તે તેને સૌથી વધારે ગમતી કોઈ એક એક્ટીવિટી સાથે જ રમે. બની શકે કે બાળક બાકીની પ્રવૃત્તિઓને અવગણે. તેના કરતાં જો તમે એકપછી એક એક્ટિવિટીઝ બાળકને આપશો તો તેની અન્ય દરેક એક્ટિવિટીઝ માટેની ઉત્સુકતા અને રસ જળવાઈ રહેશે.

જો તમે એક વ્યસ્ત માતા/પિતા હોવ, તો તમે આ એક્ટિવિટિઝ તમારા બાળક સાથે વિકએન્ડ્સ દરમિયાન રમી શકો છો. અને જો તમે દર અઠવાડિયે એક કે બે પ્રવૃત્તિ જ રમાડવા માંગતા હોવ તો તમારે તમરા બાળકને પ્રારંભિક માર્ગદર્શન આપવા માટે દર અઠવાડિયે 30 મિનિટ કરતાં પણ ઓછો સમય આપવો પડશે – ત્યારબાદ તમારું બાળક સ્વતંત્ર રીતે આ એક્ટિવિટીઝમાં પરોવાયેલું રહેશે !

હા, તમે એક મહિનાનું સબ્સક્રિપ્શન લઈને પહેલું બોક્સ ટ્રાય કરી શકો છો, અને જો તમારું બાળક આ બોક્ષમાં રસ ન બતાવે ( જે ભાગ્યે જ શક્ય છે !) તો તમે બોક્સ ડિલિવર થયાના દસ દિવસની અંદર એક ઇમેઇલ મોકલીને તમારું સબ્સ્ક્રિપ્શન કેન્સલ કરાવી શકો છો. ત્યારબાદ, તમારે કુરિયર કે પોસ્ટ-ઓફિસ મારફતે અમને બોક્સ પાછું મોકલી આપવાનું રહેશે અને અમે તમે અમને ચૂકવેલી રકમ પાછી કરી આપીશું !

જો તમને એમ લાગતું હોય કે સ્માર્ટોકિડ્સ તમારા બાળક માટે કામ નથી કરતું, તો ચિંતા ન કરો ! તમારે માત્ર અમને એક ઇમેલ કરવાનો છે અને અમે તમારું સબ્સ્ક્રિપ્શન કેન્સલ કરી આપીશું અને સબ્સ્ક્રિપ્શન હેઠળ બાકી રહેલા બોક્સની રકમ તમારા બેંક અકાઉન્ટમાં પરત કરી આપીશું !

ચોક્કસ ! જો બોક્ષ પહેલેથી જ મોકલી દેવામાં ન આવ્યું હોય તો ચાલુ સબ્સ્ક્રિપ્શન દરમિયાન અમે તમારું ડિલિવરી એડ્રેસ બદલી આપીશું ! તેના માટે તમારે અમને એક ઇમેલ કરવાનો રહેશે અને અમે તરત જ તમારા નવા સરનામે બોક્ષ ડિલિવર કરી આપીશું.

સ્માર્ટોકિડ્સ ત્રણ અલગ અલગ વય જૂથો માટે ઉપલબ્ધ છે અને તેમાંની બધી જ પ્રવૃત્તિઓ વય-આધારિત છે. તે 2-3 વર્ષ, 3-4 વર્ષ અને 4-6 વર્ષ માટેના એજ ગૃપ માટે ઉપલબ્ધ છે.

હા ! ડિલિવરી તદ્દન ફ્રી છે ! તમારે તેના માટે વધારાની કોઈ પણ કીંમત ચૂકવવાની નથી અને અમે સમગ્ર ભારતમાં ડિલિવરી આપીએ છીએ !

હા, કેશ ઓન ડિલિવરી ઓપ્શન ઉપલબ્ધ છે પણ ભારતના કેટલાક ચોક્કસ પીન-કોડ્સ માટે. હાલ અમે બધા જ વેલિડ ક્રેડિટ કાર્ડ્ઝ, ડેબિટ કાર્ડ્ઝ, નેટ બેંકિગ, UPI, વોલેટ્સ અને પેટીએમ દ્વારા પેમેન્ટ સ્વિકારીએ છીએ.

અમારી બધી જ એક્ટિવિટીઝ વય-આધારિત છે. અમે અમારી એક્ટિવિટીઝના એંગેજમેન્ટનું સરખી ઉંમરના એજગૃપ વાળા ઘણા બધા બાળકો પર પરિક્ષણ કર્યું છે. માટે તમારે તમારા બાળકની ઉંમર પ્રમાણે એજ-ગૃપની પસંદગી કરવી. જો સબ્સ્ક્રિપ્શનનાં સમયગાળા દરમિયાન તમને તે ખુબ સહેલી લાગે તો તમે ઉચ્ચ એજ ગૃપ પસંદ કરી શકો છો, અને જો તે વધારે પડતી અઘરી લાગે તો તમે તેની ઉંમરથી નીચેનું એજ-ગૃપ પસંદ કરી શકો છો.

Awesome! I Want SmartoKids >>